Make recession proof investment
રિસેશન પ્રૂફ રોકાણ-કારકિર્દીનો કસબ
શેરબજારમાં ૧૦૦ના ૬૦ સોના-ચાંદીમાં મૂડી માંદી રિયાલ્ટીમાં રોકાણની મોકાણ
મૂડીરોકાણના તમામ સ્ત્રોતોમાં આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. ઓક્ટોબર-૨૦૦૭માં અમેરિકામાં એપી સેન્ટર ધરાવતી વૈશ્વિક મંદીનો ભૂકંપ યુરોપ, એશિયા સહિતના તમામ દેશોમાં ધૂણી રહ્યો છે. તા. ૯ નવેમ્બર-૨૦૦૯ના અંકમાં 'તેજીની શરૂઆત કે ૧૯૩૦ની મંદીનું પુનરાવર્તન?’ ર્શીષક હેઠળ લખાયેલી વાતો આજે કદાચ ભુલાઇ ગઇ હશે...
પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦માં માત્ર શેરબજાર અને સોના-ચાંદી, કોમોડિટી અને ક્રૂડમાં ઉછાળાઓને જ તેજી સમજવાની થાપ ખાઇ ગયેલા કહેવાતા ટીડા જોશીઓ અને બજાર પંડિતો એ વાત ભૂલી ગયા હતા કે દેવાળિયા બનેલા અમેરિકાની આગેવાની હેઠળ સંખ્યાબંધ દેશો આર્થિક નાદારી નોંધવવાની લાઇન લગાવીને ઊભા છે. ૨૦૧૧ દરમિયાન સોના-ચાંદીને બાદ કરતાં તમામ મૂડીરોકાણ સ્ત્રોતમાં રોકાણકારો 'ન્હાયા’ છે. ૨૦૧૨નો પૂર્વાર્ધ પણ રાતા પાણીએ રોવડાવાનારો જ રહ્યો છે.
વિશ્વનાં શેરબજારો, રિયલ એસ્ટેટ, બેન્કિંગ, આઇપીઓ અને કરન્સી માર્કેટ માટે કપરો પુરવાર થશે. ઓક્ટોબર-૨૦૦૭થી શરૂ થયેલી મંદી ધીરે ધીરે ડબલ ડીપ રિસેશનનું વરવું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વિશ્વના મોટાભાગના દેશો ક્રેડિટ ક્રાઇસિસ, ઇન્ફ્લેશન, બેરોજગારી, કરન્સી ક્રાઇસિસ, બાહ્ય દેવાં જેવી સંખ્યાબંધ આર્થિક મુશ્કેલીઓના ડુંગરો નીચે દટાઇ રહ્યા છે. સંખ્યાબંધ દેશો આર્થિક શહીદી વહોરવાની તૈયારીમાં છે ત્યારે ફરી પાછા એ જ 'નિષ્ણાતો’તેજીના શઢ ઉતારીને અચાનક 'ડબલ ડીપ રિસેશન/ડિપ્રેશન’ની આગાહીઓ ઝીંકવા લાગ્યા છે
વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે મેનિયા તરીકે ઓળખાતા તેજીના તબક્કામાં પ્રવેશેલી સોના-ચાંદીની ગાંડી તેજી હવે બ્લોઓફ્ફ ઝોનમાં પ્રવેશી રહી હોવાનું બજાર નિષ્ણાતો પણ કબૂલી રહ્યા છે. ઓલ્ટરનેટ કરન્સી અને સેફ હેવન ગણાતા સોના-ચાંદીમાં તેજીની ચાલ જોખમી બની ચૂકી છે. સોનામાં એક દિવસમાં રૂ. પ૦૦-૧પ૦૦ના અને ચાંદીમાં રૂ.૧૦૦૦-પ૦૦૦ સુધીના કડાકા ભડાકા રોકાણકારોને સાન-ભાન ભૂલાવનારા સાબિત થશે. માટે રોકાણકારોએ કોઇપણ મૂડીરોકાણ સ્ત્રોતમાં સમજી-વિચારી અને યોગ્ય અભ્યાસના આધારે જ મૂડીરોકાણ કરવું હિતાવહ બની રહેશે.
શેરબજારમાં રિસેશન પ્રુફ ટેક્નિક અપનાવો....
કદાચ આવતીકાલે પણ તમે અખબારમાં વાંચશો કે ભારતીય શેરબજારો કડડભૂસ... રોકાણકારોના ..લાખ કરોડ ધોવાયા...વગેરે વગેરે વગેરે.. પરંતુ તેનાથી ગભરાઇ જવાના બદલે તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રિસેશન પ્રૂફ હોવી જોઇએ. તમે ડે-ટ્રેડર છો કે રોકાણકાર? જો ડે-ટ્રેડર હોય તો ભગવાન તમારું ભલું કરે પરંતુ જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોય તો ભારતીય શેરબજારોનો પ્રત્યેક કડાકો તમને મૂડીરોકાણની તક માટે સાદ પાડી રહ્યો છે.
લાંબા ગાળાની મૂડીરોકાણની તાકાત હોય તો રોજે રોજના કે અઠવાડિયાના ભાવો ટ્રેક કરવાના બદલે પૂરતો અભ્યાસ કરીને મજબૂત ફન્ડામેન્ટલ્સ, ફેન્સી અને ફ્યુચર ધરાવતા ર્શેસ શોધી કાઢો. ટેકનો-ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે અત્રે ભલામણ કરેલા ર્શેસ હાલમાં મૂડીરોકાણ માટે કામ લાગે કે કેમ તે ચકાસી જુઓ. સંખ્યાંબધ કંપનીઓ એવી જોવા મળશે કે જેઓ નિયમિત ડિવિડન્ડ, રાઇટ્સ બોનસની લ્હાણી કરતી હોવા છતાં માર્કેટ ફેન્સીના અભાવે તેના શેરનો ભાવ નીચી સપાટીએ જ અથડાતો રહેતો હોય છે. આવા ર્શેસની યિલ્ડ (ઊપજ) એટલી ઊંચી હોય છે કે તેમાં બેન્ક એફડીના વ્યાજ કરતાં ઊંચું રિટર્ન છૂટતું હોય છે.
રિસેશન પ્રૂફ મૂડીરોકાણ ક્યાં કરશો
મંદીના સમયગાળા દરમિયાન ટેકનો-ફન્ડામેન્ટલ એનાલિસિસ અભ્યાસના આધારે લાંબા ગાળાની મૂડીરોકાણ વ્યૂહરચના અપનાવો
ઇક્વિટી માર્કેટ, રિયાલ્ટી, સોના-ચાંદીમાં હાલના તબક્કે ટૂંકા ગાળાની લે-વેચથી દૂર રહો.
જૂનું મૂડીરોકાણ વેચીને હળવા થવાથી પણ દૂર રહો.
માત્ર સોના-ચાંદી કે રિયાલ્ટીમાં જ રોકાણ કરવાના બદલે પોર્ટફોલિયો વૈવિધ્યકૃત બનાવો.
રિસેશન પ્રૂફ કારકિર્દી
હેલ્થકેર : સેવા સાથે વળતર મેળવવાનો આ ર્સોસ એવરગ્રીન ગણાય છે. બીમારી અને આરોગ્યલક્ષી નોકરી/વ્યવસાયમાં ક્યારેય મંદી ના આવે
એજ્યુકેશન : ગમે તેટલી મંદીમાં પણ શિક્ષકોની નોકરી ઉપર ક્યારેય ટાંચ આવતી નથી એક જૂની ઉક્તિ પણ યાદ કરવા જેવી છે, '' સબ નોકરીમાં સટર-પટર હૈ, માસ્ટરીમેં મજા બારહ મહિને કી નૌકરીમેં છહ મહિને કી રજા’’
જાહેર સુરક્ષા : પોલીસ, મિલિટરી સહિતના જાહેર સુરક્ષા ક્ષેત્રો પણ મંદીપ્રૂફ મનાય છે.
ફાર્માસ્યુટિકલ્સ : ડોક્ટરો દવાઓ અને રિપોર્ટ માટેના પ્રિસ્ક્રિપ્શન લખવાનું બંધ કરે તેવી કોઇ શક્યતા ખરી?
પોલિટિક્સ : રાજકારણમાં પણ ગમે તેવી પરિસ્થિતિમાં તેજી જ તેજી રહેવાની.
સરકારી કોન્ટ્રાક્ટ : નાણાભીડમાં પણ સરકારી ઇન્ફ્રા. પ્રોજેક્ટ્સ ચાલુ જ રહે છે.
સરકારી નોકરી : નાણાભીડના કારણે પગાર વહેલો મોડો થાય કે ખાનગી કંપનીઓના પ્રમાણમાં પગાર ઓછો-વત્તો મળે પણ નોકરી ચાલુ જ રહે.
ઇન્ટરનેશનલ બિઝનેસ : મંદીના કારણે પ્રમાણ ઘટે પણ આયાત/નિકાસ સહિતના આંતરરાષ્ટ્રીય વ્યપાર સાવ ઠપ થઇ જવાની કોઇ જ શક્યતા નથી હોતી.
ફૂડ/રેસ્ટોરન્ટસ : અર્થતંત્ર ગમે તેવું ડામાડોળ થઇ જાય પણ ખાવા-પીવાનું થોડું બંધ થાય ?