Make Healthy Financial Planning
સફળ માણસોની સફળતા માટેની સ્ટ્રેટેજી જાણ્યા સિવાય સાહસના અંધારિયા કૂવામાં ધૂબાકા મારીને મૂડી ખોખરી કરનારાઓનું પ્રમાણ નાનું સૂનું નથી દીવા જેવી સ્પષ્ટ વાત એ હોય છે કે શેરબજારથી માંડીને કોઇપણ સ્ત્રોતમાં કોઇ રોકાણકાર સફળ થાય છે અર્થાત્ નાણા કમાયો હોવાની વાત જાહેર થાય છે ત્યારે તે સ્ત્રોત તેની તેજીની ચરમસીમાએ અને મંદીના મંડાણની શરૂઆત હોય તે તબક્કે જ તમે તેની સફળતાથી અંજાઇને તેનું અનુકરણ કરો ત્યારે શું થાય તે માત્ર અનુભવના આધારે જ સમજી શકાય? ધીરૂભાઇ અંબાણીએ પેટ્રોલિયમ સેક્ટરમાં સફળ બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું તે જોઇને કેટલીય કંપનીઓએ તેનું અનુકરણ કર્યું. હર્ષદ મહેતાએ લાખ્ખોને બનાવીને કરોડો કમાઇ લીધા તેનું અનુકરણ કરીને ઘણાં બેન્કર્સ, માસ્તર્સ અને ટ્રેડર્સ પોતાનો મૂળ કામધંધો મૂકીને આઇપીઓ, સેકન્ડરી માર્કેટમાં સટ્ટાના રવાડે ચડયા.
મટકામાં આંકડો લગાડીને લાખ્ખો કમાઇ લીધાની કોઇ અભણની વાતોમાં આવીને ભણેલાં-ગણેલાઓ પણ ખુલતામાં ખાય નહિં ને બંધમાં સૂવે નહિં. આઇએએસ-આઇપીએસ અને લોકશાહીની પણ ચોટી 'મંત્રી’ નાંખનારા મંત્રીઓ પણ ભૂવા-ભરાડીઓની એકના અનેકની વાતોની લાલચમાં લપેટાઇ જતાં હોય છે. સચીન તેંડૂલકર ક્રિકેટમાં કરોડો કમાયો કે તમામ સ્પોટ્ર્સમાં કમાણીમાં ટોપ ઉપર રહેલા ગોલ્ફ પ્લેયર ટાઇગર વુડ્સ કે ચેનલ ઉપર મ્યુઝિક શો જોઇને રમવા કે ગાવાના રવાડે ચડી જતાં અને 'કમાણી’ માટે માત્ર 'રમત’ કરવામાં ગધા પચ્ચીસી વટાવીને વાંઢા રહી ગયેલાઓની કેવી દશા થાય તે કહેવાની જરૂર ખરી?
ટૂંકમાં અભ્યાસ, આવડત કે અનુભવ કેળવ્યા સિવાય માત્ર બીજાનું અનુકરણ કરનારા જીવનમાં કારકિર્દીથી માંડીને ફાઇનાન્સિયલ સ્વતંત્રતાના મામલે કાયમ પરતંત્ર જ રહી જતાં હોય છે. યોગ્ય સમયે યોગ્ય તક ઝડપીને યોગ્ય મહેનત કરો તો યોગ્ય ફળ મળી જ રહે તેના માટે પ્લાનિંગ સાથે આગળ વધવું અતિ આવશ્યક હોય છે. વાસ્તવિક ફાઇનાન્સિયલ લાઇફની શરૂઆત ૧૩ વર્ષ આસપાસની ઉંમરે થઇ જતી હોય છે. તેને સાત તબક્કામાં વહેંચીને પ્રાયોરિટી મુજબ પ્લાનિંગ કરવું જોઇએ.

ઉંચુ જોખમ, ઉંચુ રિટર્ન
નુકસાન સામે રક્ષણ
ઓટો ઇન્સ્યોરન્સ, મકાન વીમો, લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિકલ/ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ, લોન ઇન્સ્યોરન્સ
સેવિંગ્સ
બેન્ક એફડી, સેવિંગ્સ બોન્ડ્સ, પીપીએફ, પીએફ
મૂડી વર્સસ જોખમ ક્ષમતા અનુસાર મૂડીરોકાણ
મ્યુ.ફંડ, કંપની બોન્ડ્સ, ડિબેન્ચર્સ, બુલિયન ર્શેસ, કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બેલેન્સ્ડ મ્યુ. ફંડ બ્લુચીપ કોમન ર્શેસ, રિયલ એસ્ટેટ, સોના-ચાંદી-કિંમતી ધાતુઓ ર્શોટટર્મ ઇન્વેસ્ટમેન્ટ વાયા ર્શેસ, બુલિયન, રિયલ એસ્ટેટ

ફાઇનાન્સીયલ લાઇફની સપ્તપદી
એજ્યુકેશન: શિક્ષણની સાથે કેરિયર ટાર્ગેટ, બેન્ક એકાઉન્ટ ખુલવા સાથે આર્થિક શિક્ષણની શરૂઆત
આઇડેન્ટિટી: સેવિંગ્સ, કેરિયર, ખર્ચ, મેરેજ આયોજન સાથે પર્સનલ ફાઇનાન્સિયલ આઇડેન્ટિટીની શરૂઆત
કેરિયર: બાળક, ઘર ખર્ચ, ઇન્સ્યોરન્સ, કેરિયર એક્સપાન્શન, રિટાયરમેન્ટ પ્લાનિંગની શરૂઆત
જવાબદારી: કેરિયર અપગ્રેડેશન, હાયર એજ્યુકેશન, સંતાનોના મેરેજ, વડીલોની સારવારના ખર્ચ સામે વધુ જરૂરિયાતની શરૂઆત
મધ્યાંતર: રિટાયરમેન્ટ માટે વધુ ફાળવણી, આકસ્મિક ખર્ચા, સંતાનોના હાયર એજ્યુકેશન અને કેરિયર, એસ્ટેટ પ્લાનિંગની શરૂઆત
પ્રિરિટાયરમેન્ટ: એસેટ્સ-પ્રોપર્ટી ઇવેલ્યુએશન, ઇન્વેસ્ટમેન્ટ, રિટાયરમેન્ટ ખર્ચ અંદાજ, સાઇડ ઇન્કમ, ઇન્સ્યોરન્સ, પેન્શન પ્લાનિંગની શરૂઆત
રિટાયરમેન્ટ માટે રોપેલા બીજમાંથી ઊગેલા વૃક્ષના ફળ ખાવાની, આંનદથી જીવવાની અને મનપસંદ સામાજિક/આર્થિક પ્રવૃત્તિની શરૂઆત